1. [QS]હે સૈન્યોના યહોવાહ, [QE][QS]તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે! [QE]
2. [QS]મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; [QE][QS]જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. [QE]
3. [QS]ચકલીઓને ઘર મળ્યું છે [QE][QS]અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે [QE][QS]એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, [QE][QS]મારા રાજા તથા મારા ઈશ્વર. [QE]
4. [QS]તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; [QE][QS]તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. [QE][QSS]સેલાહ[QSE]
5. [QS]જે માણસનું સામર્થ્ય તમારામાં છે, [QE][QS]જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે. [QE]
6. [QS]રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. [QE][QS]પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે. [QE]
7. [QS]તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; [QE][QS]તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે. [QE]
8. [QS]હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; [QE][QS]હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! [QE][QSS]સેલાહ[QSE]
9. [QS]હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; [QE][QS]તમારા અભિષિક્ત માટે કાળજી રાખો. [QE]
10. [QS]કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. [QE][QS]દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે. [QE]
11. [QS]કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; [QE][QS]યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; [QE][QS]ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ. [QE]
12. [QS]હે સૈન્યોના યહોવાહ, [QE][QS]જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે. [QE]