1. હે ઈશ્વર, તમે છાના ન રહો! [QBR] હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો. [QBR]
2. જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે [QBR] અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે. [QBR]
3. તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે [QBR] અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે. [QBR]
4. તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. [QBR] જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.” [QBR]
5. તેઓએ એકસાથે મસલત કરી છે; [QBR] તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે. [QBR]
6. તંબુમાં રહેનાર અદોમીઓ, [QBR] ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ, [QBR]
7. ગબાલ, આમ્મોન, અમાલેક; [QBR] તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે. [QBR]
8. તેઓની સાથે આશૂર પણ સામેલ થાય છે; [QBR] તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
9. તમે જે મિદ્યાન સાથે કર્યું, [QBR] જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો. [QBR]
10. એનદોરમાં તેઓ નાશ પામ્યા [QBR] અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા. [QBR]
11. તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા [QBR] અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો. [QBR]
12. તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે [QBR] ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.” [QBR]
13. હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, [QBR] પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો. [QBR]
14. જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે [QBR] અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો. [QBR]
15. તમારા વંટોળિયાઓથી [QBR] અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો. [QBR]
16. બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે [QBR] કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે. [QBR]
17. તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; [QBR] તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો. [QBR]
18. જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, [QBR] તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો. [PE]