1. [QS]હે ઈશ્વર, તમે છાના ન રહો! [QE][QS]હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો. [QE]
2. [QS]જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે [QE][QS]અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે. [QE]
3. [QS]તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે [QE][QS]અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે. [QE]
4. [QS]તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. [QE][QS]જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.” [QE]
5. [QS]તેઓએ એકસાથે મસલત કરી છે; [QE][QS]તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે. [QE]
6. [QS]તંબુમાં રહેનાર અદોમીઓ, [QE][QS]ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ, [QE]
7. [QS]ગબાલ, આમ્મોન, અમાલેક; [QE][QS]તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે. [QE]
8. [QS]તેઓની સાથે આશૂર પણ સામેલ થાય છે; [QE][QS]તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. [QE][QSS]સેલાહ[QSE]
9. [QS]તમે જે મિદ્યાન સાથે કર્યું, [QE][QS]જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો. [QE]
10. [QS]એનદોરમાં તેઓ નાશ પામ્યા [QE][QS]અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા. [QE]
11. [QS]તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા [QE][QS]અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો. [QE]
12. [QS]તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે [QE][QS]ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.” [QE]
13. [QS]હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, [QE][QS]પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો. [QE]
14. [QS]જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે [QE][QS]અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો. [QE]
15. [QS]તમારા વંટોળિયાઓથી [QE][QS]અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો. [QE]
16. [QS]બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે [QE][QS]કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે. [QE]
17. [QS]તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; [QE][QS]તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો. [QE]
18. [QS]જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, [QE][QS]તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો. [QE]