1. [QS]ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; [QE][QS]યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો. [QE]
2. [QS]ગીત ગાઓ અને ઢોલક વગાડો, [QE][QS]સિતાર અને મધુર વીણા સાથે વગાડો. [QE]
3. [QS]ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે [QE][QS]એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો. [QE]
4. [QS]કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, [QE][QS]તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે. [QE]
5. [QS]જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા [QE][QS]ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; [QE][QS]હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી, [QE]
6. [QS]“મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; [QE][QS]તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા. [QE]
7. [QS]સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; [QE][QS]ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. [QE][QS]મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. [QE][QSS]સેલાહ [QSE] [PBR]
8. [QS]હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, [QE][QS]હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું! [QE]
9. [QS]તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; [QE][QS]તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ. [QE]
10. [QS]તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર [QE][QS]તારો ઈશ્વર યહોવાહ હું છું. [QE][QS]તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ. [QE]
11. [QS]પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; [QE][QS]ઇઝરાયલે મારો આદર કર્યો નહિ. [QE]
12. [QS]તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા [QE][QS]કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે. [QE]
13. [QS]મારા લોકો મારું સાંભળે [QE][QS]અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું! [QE]
14. [QS]તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું [QE][QS]અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું. [QE]
15. [QS]જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! [QE][QS]તેઓનું અપમાન સદાને માટે રહેશે. [QE]
16. [QS]હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; [QE][QS]ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.” [QE]