1. હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; [QBR] જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; [QBR] કરૂબીમ પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો! [QBR]
2. એફાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; [QBR] આવીને અમને બચાવો. [QBR]
3. હે ઈશ્વર, અમને પાછા ફેરવો; [QBR] તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય. [QBR]
4. હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, [QBR] તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે. [QBR]
5. તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે [QBR] અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે. [QBR]
6. તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; [QBR] અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે. [QBR]
7. હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; [QBR] તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય. [QBR]
8. તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; [QBR] તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો. [QBR]
9. તમે તેને માટે જગ્યા સાફ કરી; [QBR] તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો. [QBR]
10. તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, [QBR] તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી. [QBR]
11. તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી [QBR] અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી. [QBR]
12. તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે [QBR] જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે? [QBR]
13. જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે [QBR] અને રાની પશુઓ તેને ખાઈ જાય છે. [QBR]
14. હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, [QBR] આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો. [QBR]
15. તમે તમારા જમણા હાથે જેને રોપી છે, [QBR] જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો. [QBR]
16. તેને કાપીને બાળવામાં આવી; [QBR] તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે. [QBR]
17. તમારા જમણા હાથના માણસ પર, [QBR] એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો. [QBR]
18. એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; [QBR] અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું. [QBR]
19. હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; [QBR] તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય. [PE]