1. [QS]હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; [QE][QS]જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; [QE][QS]કરૂબીમ પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો! [QE]
2. [QS]એફાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; [QE][QS]આવીને અમને બચાવો. [QE]
3. [QS]હે ઈશ્વર, અમને પાછા ફેરવો; [QE][QS]તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય. [QE][PBR]
4. [QS]હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, [QE][QS]તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે. [QE]
5. [QS]તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે [QE][QS]અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે. [QE]
6. [QS]તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; [QE][QS]અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે. [QE]
7. [QS]હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; [QE][QS]તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય. [QE][PBR]
8. [QS]તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; [QE][QS]તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો. [QE]
9. [QS]તમે તેને માટે જગ્યા સાફ કરી; [QE][QS]તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો. [QE]
10. [QS]તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, [QE][QS]તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી. [QE]
11. [QS]તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી [QE][QS]અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી. [QE]
12. [QS]તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે [QE][QS]જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે? [QE]
13. [QS]જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે [QE][QS]અને રાની પશુઓ તેને ખાઈ જાય છે. [QE]
14. [QS]હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, [QE][QS]આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો. [QE]
15. [QS]તમે તમારા જમણા હાથે જેને રોપી છે, [QE][QS]જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો. [QE]
16. [QS]તેને કાપીને બાળવામાં આવી; [QE][QS]તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે. [QE]
17. [QS]તમારા જમણા હાથના માણસ પર, [QE][QS]એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો. [QE]
18. [QS]એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; [QE][QS]અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું. [QE]
19. [QS]હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; [QE][QS]તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય. [QE]