1. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે!
તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. |
2. તમારા શત્રુઓને કારણે,
તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. |
3. આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે,
ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, |
4. ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો?
અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? |
5. કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે
અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. |
8. આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં,
હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. |