પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! [QBR] તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. [QBR]
2. તમારા શત્રુઓને કારણે, [QBR] તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, [QBR] શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. [QBR]
3. આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, [QBR] ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, [QBR]
4. ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? [QBR] અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? [QBR]
5. કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે [QBR] અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. [QBR]
6. તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; [QBR] તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: [QBR]
7. સર્વ ઘેટાં અને બળદો [QBR] અને વન્ય પશુઓ, [QBR]
8. આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, [QBR] હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. [QBR]
9. હે યહોવાહ, અમારા પ્રભુ, [QBR] આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે! [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 8 / 150
Psalms 8:127
1 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. 2 તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. 3 આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, 4 ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? 5 કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. 6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: 7 સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ, 8 આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. 9 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
Total 150 Chapters, Selected Chapter 8 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References