1. હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે;
તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે. |
2. તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે
તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે. |
4. અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ,
જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ. |
8. અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ, કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ. |
9. હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો;
તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો. |
10. વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા લોહીનો બદલો વિદેશીઓને આપો. |
11. બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો. |
12. હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે,
તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો. |
13. જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં
નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું. પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું. PE |