1. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; [QBR] ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે. [QBR]
2. તેમનો મંડપ સાલેમમાં છે [QBR] અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે. [QBR]
3. ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, [QBR] ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
4. સનાતન પર્વતોમાંથી [QBR] તમે મહિમાવાન તથા ઉત્તમ છો. [QBR]
5. જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, [QBR] તેઓ નિદ્રાવશ થયા છે. [QBR] સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે. [QBR]
6. હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી [QBR] રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે. [QBR]
7. તમે, હા, તમે ભયાવહ છો; [QBR] જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે? [QBR]
8. તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, [QBR] ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ. [QBR]
9. હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે [QBR] અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. સેલાહ
10. નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. [QBR] બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો. [QBR]
11. તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. [QBR] તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો. [QBR]
12. તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; [QBR] પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે. [PE]