1. [QS]યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; [QE][QS]ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે. [QE]
2. [QS]તેમનો મંડપ સાલેમમાં છે [QE][QS]અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે. [QE]
3. [QS]ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, [QE][QS]ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. [QE][QSS]સેલાહ[QSE]
4. [QS]સનાતન પર્વતોમાંથી [QE][QS]તમે મહિમાવાન તથા ઉત્તમ છો. [QE]
5. [QS]જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, [QE][QS]તેઓ નિદ્રાવશ થયા છે. [QE][QS]સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે. [QE]
6. [QS]હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી [QE][QS]રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે. [QE]
7. [QS]તમે, હા, તમે ભયાવહ છો; [QE][QS]જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે? [QE]
8. [QS]તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, [QE][QS]ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ. [QE]
9. [QS]હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે [QE][QS]અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. [QE][QSS]સેલાહ[QSE]
10. [QS]નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. [QE][QS]બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો. [QE]
11. [QS]તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. [QE][QS]તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો. [QE]
12. [QS]તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; [QE][QS]પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે. [QE]