1. હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? [QBR] તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે? [QBR]
2. પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, [QBR] જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; [QBR] અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો. [QBR]
3. આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, [QBR] તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ. [QBR]
4. તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; [QBR] તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે. [QBR]
5. જંગલનાં વૃક્ષો પર કુહાડા [QBR] ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા. [QBR]
6. તેઓ કુહાડી તથા હથોડાથી [QBR] તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે. [QBR]
7. તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; [QBR] તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે. [QBR]
8. તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.” [QBR] તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે. [QBR]
9. અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; [QBR] ત્યાં કોઈ પ્રબોધક નથી [QBR] અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી. [QBR]
10. હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? [QBR] શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે? [QBR]
11. તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? [QBR] તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો. [QBR]
12. તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, [QBR] પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે. [QBR]
13. તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; [QBR] વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં. [QBR]
14. તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; [QBR] તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો. [QBR]
15. ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; [QBR] તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી. [QBR]
16. દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; [QBR] તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે. [QBR]
17. તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; [QBR] તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા. [QBR]
18. હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે [QBR] અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો. [QBR]
19. તમારા હોલાનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; [QBR] તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ. [QBR]
20. તમે કરેલા કરારનું સ્મરણ કરો, [QBR] કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે. [QBR]
21. દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; [QBR] દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે. [QBR]
22. હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો; [QBR] મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો. [QBR]
23. તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, [QBR] નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ. [PE]