1. [QS]હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? [QE][QS]તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે? [QE]
2. [QS]પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, [QE][QS]જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; [QE][QS]અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો. [QE]
3. [QS]આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, [QE][QS]તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ. [QE]
4. [QS]તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; [QE][QS]તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે. [QE]
5. [QS]જંગલનાં વૃક્ષો પર કુહાડા [QE][QS]ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા. [QE]
6. [QS]તેઓ કુહાડી તથા હથોડાથી [QE][QS]તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે. [QE]
7. [QS]તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; [QE][QS]તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે. [QE]
8. [QS]તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.” [QE][QS]તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે. [QE]
9. [QS]અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; [QE][QS]ત્યાં કોઈ પ્રબોધક નથી [QE][QS]અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી. [QE]
10. [QS]હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? [QE][QS]શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે? [QE]
11. [QS]તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? [QE][QS]તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો. [QE][PBR]
12. [QS]તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, [QE][QS]પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે. [QE]
13. [QS]તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; [QE][QS]વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં. [QE]
14. [QS]તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; [QE][QS]તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો. [QE]
15. [QS]ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; [QE][QS]તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી. [QE]
16. [QS]દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; [QE][QS]તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે. [QE]
17. [QS]તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; [QE][QS]તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા. [QE]
18. [QS]હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે [QE][QS]અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો. [QE]
19. [QS]તમારા હોલાનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; [QE][QS]તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ. [QE]
20. [QS]તમે કરેલા કરારનું સ્મરણ કરો, [QE][QS]કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે. [QE]
21. [QS]દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; [QE][QS]દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે. [QE]
22. [QS]હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો; [QE][QS]મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો. [QE]
23. [QS]તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, [QE][QS]નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ. [QE]