1. ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, [QBR] તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે. [QBR]
2. પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; [QBR] હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો. [QBR]
3. કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, [QBR] ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી. [QBR]
4. કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, [QBR] પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે. [QBR]
5. તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; [QBR] બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી. [QBR]
6. તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે [QBR] વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે. [QBR]
7. તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે; [QBR] તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે. [QBR]
8. તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે; [QBR] તેઓ જુલમની બડાઈ હાંકે છે. [QBR]
9. તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે [QBR] અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે. [QBR]
10. એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે [QBR] અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે. [QBR]
11. તેઓ પૂછે છે કે, “ઈશ્વર કેવી રીતે જાણે છે? [QBR] શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?” [QBR]
12. જુઓ, આ લોકો દુષ્ટ છે; [QBR] હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે. [QBR]
13. ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે [QBR] અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે. [QBR]
14. કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું [QBR] અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે. [QBR]
15. જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” [QBR] તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. [QBR]
16. તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, [QBR] એ મારા માટે ખૂબ અઘરી હતી. [QBR]
17. પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો [QBR] અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો. [QBR]
18. ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; [QBR] તમે તેઓનો વિનાશ કરો છો. [QBR]
19. તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! [QBR] તેઓ ધાકથી છેક નાશ પામેલા છે. [QBR]
20. માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, [QBR] તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો. [QBR]
21. કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું [QBR] અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું. [QBR]
22. હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; [QBR] હું તમારી આગળ પશુ જેવો હતો. [QBR]
23. પણ હું હંમેશા તમારી સાથે છું; [QBR] તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે. [QBR]
24. તમારા બોધથી મને દોરવણી આપશો [QBR] અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો. [QBR]
25. આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? [QBR] પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી. [QBR]
26. મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, [QBR] પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે. [QBR]
27. જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; [QBR] જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો. [QBR]
28. પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. [QBR] મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. [QBR] હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ. [PE]