1. [QS]હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, [QE][QS]રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો. [QE]
2. [QS]તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય [QE][QS]અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે. [QE]
3. [QS]પર્વતો લોકોને શાંતિ આપો; [QE][QS]ડુંગરો ન્યાયીપણું આપો. [QE]
4. [QS]તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; [QE][QS]તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે [QE][QS]અને જુલમગારને છૂંદી નાખશે. [QE]
5. [QS]સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી [QE][QS]તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે. [QE]
6. [QS]જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, [QE][QS]અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. [QE]
7. [QS]તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે [QE][QS]અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે. [QE]
8. [QS]વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી [QE][QS]અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે. [QE]
9. [QS]જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; [QE][QS]તેમના શત્રુઓ ધૂળ ચાટશે. [QE]
10. [QS]તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; [QE][QS]શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે. [QE]
11. [QS]સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; [QE][QS]સર્વ દેશનાઓ તેમની સેવા કરશે. [QE]
12. [QS]કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે [QE][QS]અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. [QE]
13. [QS]તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે [QE][QS]અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે. [QE]
14. [QS]તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે [QE][QS]અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે. [QE]
15. [QS]રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. [QE][QS]લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; [QE][QS]ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે. [QE]
16. [QS]દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; [QE][QS]તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે [QE][QS]અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે. [QE]
17. [QS]રાજાનું નામ સર્વદા રહેશે; [QE][QS]સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; [QE][QS]તેમનામાં લોકો આશીર્વાદ પામશે. [QE][QS]સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે. [QE]
18. [QS]યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, [QE][QS]એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે. [QE]
19. [QS]સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો [QE][QS]અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. [QE][QS]આમેન તથા આમેન. [QE][PBR]
20. [QS]યશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે. [QE]