1. હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, [QBR] રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો. [QBR]
2. તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય [QBR] અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે. [QBR]
3. પર્વતો લોકોને શાંતિ આપો; [QBR] ડુંગરો ન્યાયીપણું આપો. [QBR]
4. તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; [QBR] તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે [QBR] અને જુલમગારને છૂંદી નાખશે. [QBR]
5. સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી [QBR] તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે. [QBR]
6. જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, [QBR] અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. [QBR]
7. તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે [QBR] અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે. [QBR]
8. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી [QBR] અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે. [QBR]
9. જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; [QBR] તેમના શત્રુઓ ધૂળ ચાટશે. [QBR]
10. તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; [QBR] શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે. [QBR]
11. સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; [QBR] સર્વ દેશનાઓ તેમની સેવા કરશે. [QBR]
12. કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે [QBR] અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. [QBR]
13. તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે [QBR] અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે. [QBR]
14. તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે [QBR] અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે. [QBR]
15. રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. [QBR] લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; [QBR] ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે. [QBR]
16. દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; [QBR] તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે [QBR] અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે. [QBR]
17. રાજાનું નામ સર્વદા રહેશે; [QBR] સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; [QBR] તેમનામાં લોકો આશીર્વાદ પામશે. [QBR] સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે. [QBR]
18. યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, [QBR] એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે. [QBR]
19. સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો [QBR] અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. [QBR] આમેન તથા આમેન. [QBR]
20. યશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે. [PE]