1. હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે; [QBR] મને કદી આબરુહીન થવા દેશો નહિ. [QBR]
2. તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો; [QBR] મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો. [QBR]
3. જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ; [QBR] તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, [QBR] કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. [QBR]
4. હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી, [QBR] અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો. [QBR]
5. હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો. [QBR] મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે. [QBR]
6. હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; [QBR] મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; [QBR] હું હંમેશા તમારી સ્તુતિ કરીશ. [QBR]
7. હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; [QBR] તમે મારો મજબૂત ગઢ છો. [QBR]
8. મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે [QBR] અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે. [QBR]
9. મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; [QBR] જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો. [QBR]
10. કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; [QBR] જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે. [QBR]
11. તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; [QBR] તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.” [QBR]
12. હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; [QBR] હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો. [QBR]
13. મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો; [QBR] મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ. [QBR]
14. પણ હું નિત્ય તમારી આશા રાખીશ [QBR] અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ. [QBR]
15. મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા [QBR] તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, [QBR] તેમ છતાં હું તેમને સમજી શકતો નથી. [QBR]
16. હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; [QBR] હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ. [QBR]
17. હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; [QBR] ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. [QBR]
18. હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, [QBR] હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, [QBR] ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. [QBR]
19. હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; [QBR] હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે? [QBR]
20. ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે [QBR] તમે અમને ફરીથી સજીવ કરશો [QBR] અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો. [QBR]
21. તમે મારું મહત્વ વધારો; [QBR] પાછા ફરીને મને દિલાસો આપો. [QBR]
22. સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ [QBR] હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; [QBR] હે ઇઝરાયલના પવિત્ર, [QBR] વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ. [QBR]
23. જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે [QBR] અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે. [QBR]
24. મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; [QBR] કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે. [PE]