3. જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ;
તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. |
6. હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો;
મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; હું હંમેશા તમારી સ્તુતિ કરીશ. |
10. કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે;
જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે. |
11. તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે;
તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.” |
13. મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ. |
15. મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા
તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી. |
16. હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ;
હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ. |
18. હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ,
હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. |
19. હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે? |
20. ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે
તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો. |
22. સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ
હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ. |
23. જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે
અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે. |
24. મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે;
કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે. PE |