1. [QS]હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે; [QE][QS]મને કદી આબરુહીન થવા દેશો નહિ. [QE]
2. [QS]તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો; [QE][QS]મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો. [QE]
3. [QS]જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ; [QE][QS]તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, [QE][QS]કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. [QE]
4. [QS]હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી, [QE][QS]અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો. [QE]
5. [QS]હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો. [QE][QS]મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે. [QE]
6. [QS]હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; [QE][QS]મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; [QE][QS]હું હંમેશા તમારી સ્તુતિ કરીશ. [QE]
7. [QS]હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; [QE][QS]તમે મારો મજબૂત ગઢ છો. [QE]
8. [QS]મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે [QE][QS]અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે. [QE]
9. [QS]મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; [QE][QS]જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો. [QE]
10. [QS]કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; [QE][QS]જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે. [QE]
11. [QS]તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; [QE][QS]તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.” [QE]
12. [QS]હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; [QE][QS]હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો. [QE]
13. [QS]મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો; [QE][QS]મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ. [QE]
14. [QS]પણ હું નિત્ય તમારી આશા રાખીશ [QE][QS]અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ. [QE]
15. [QS]મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા [QE][QS]તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, [QE][QS]તેમ છતાં હું તેમને સમજી શકતો નથી. [QE]
16. [QS]હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; [QE][QS]હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ. [QE]
17. [QS]હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; [QE][QS]ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. [QE]
18. [QS]હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, [QE][QS]હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, [QE][QS]ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. [QE]
19. [QS]હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; [QE][QS]હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે? [QE]
20. [QS]ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે [QE][QS]તમે અમને ફરીથી સજીવ કરશો [QE][QS]અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો. [QE]
21. [QS]તમે મારું મહત્વ વધારો; [QE][QS]પાછા ફરીને મને દિલાસો આપો. [QE]
22. [QS]સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ [QE][QS]હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; [QE][QS]હે ઇઝરાયલના પવિત્ર, [QE][QS]વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ. [QE]
23. [QS]જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે [QE][QS]અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે. [QE]
24. [QS]મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; [QE][QS]કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે. [QE]