4. ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો;
એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો. |
6. ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે;
તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે. |
8. ત્યારે પૃથ્વી કાંપી;
વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો. |
9. હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો;
જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું. |
13. જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય,
એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો. |
16. અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે,
તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે. |
18. તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા;
તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે. |
21. પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે,
પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે. |
22. પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ,
હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ. |
23. કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે
અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.” |
25. આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા
અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી. |
27. પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે,
પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે. |
28. તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે;
હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો. |
30. સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો,
બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો. |
33. પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો;
જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે. |
35. હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો;
ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ. PE |