1. [QS]હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ; [QE]
2. [QS]તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; [QE][QS]સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો. [QE]
3. [QS]ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! [QE][QS]તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે. [QE]
4. [QS]આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે [QE][QS]અને તે તમારી આગળ ગાયન કરશે; [QE][QS]તેઓ તમારા નામનું સ્તવન કરશે.” [QE][QSS]સેલાહ[QSE]
5. [QS]આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; [QE][QS]માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે. [QE]
6. [QS]તે સમુદ્રને સૂકવી નાખે છે; [QE][QS]તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; [QE][QS]ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો. [QE]
7. [QS]તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; [QE][QS]તેમની આંખો દેશોને જુએ છે; [QE][QS]બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. [QE][QSS]સેલાહ[QSE]
8. [QS]હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો [QE][QS]અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો. [QE]
9. [QS]તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે [QE][QS]અને આપણા પગને લપસી જવા દેતા નથી. [QE]
10. [QS]કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; [QE][QS]જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે. [QE]
11. [QS]તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; [QE][QS]તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે. [QE]
12. [QS]તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; [QE][QS]અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, [QE][QS]પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા. [QE]
13. [QS]દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; [QE][QS]હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ. [QE]
14. [QS]હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો [QE][QS]અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ. [QE]
15. [QS]પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે [QE][QS]હું તમારી આગળ ચઢાવીશ; [QE][QS]હું બળદો તથા બકરાં ચઢાવીશ. [QE][QSS]સેલાહ[QSE]
16. [QS]હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો [QE][QS]અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ. [QE]
17. [QS]મેં મારા મુખે તેમને અરજ કરી [QE][QS]અને મારી જીભે તેમનું સ્તવન કર્યું. [QE]
18. [QS]જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, [QE][QS]તો પ્રભુ મારું સાંભળે જ નહિ. [QE]
19. [QS]પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; [QE][QS]તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે. [QE]
20. [QS]ઈશ્વરની સ્તુતિ હો, [QE][QS]જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી [QE][QS]તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી. [QE]