1. હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ; [QBR]
2. તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; [QBR] સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો. [QBR]
3. ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! [QBR] તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે. [QBR]
4. આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે [QBR] અને તે તમારી આગળ ગાયન કરશે; [QBR] તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ
5. આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; [QBR] માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે. [QBR]
6. તે સમુદ્રને સૂકવી નાખે છે; [QBR] તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; [QBR] ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો. [QBR]
7. તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; [QBR] તેમની આંખો દેશોને જુએ છે; [QBR] બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ
8. હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો [QBR] અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો. [QBR]
9. તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે [QBR] અને આપણા પગને લપસી જવા દેતા નથી. [QBR]
10. કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; [QBR] જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે. [QBR]
11. તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; [QBR] તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે. [QBR]
12. તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; [QBR] અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, [QBR] પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા. [QBR]
13. દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; [QBR] હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ. [QBR]
14. હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો [QBR] અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ. [QBR]
15. પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે [QBR] હું તમારી આગળ ચઢાવીશ; [QBR] હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ
16. હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો [QBR] અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ. [QBR]
17. મેં મારા મુખે તેમને અરજ કરી [QBR] અને મારી જીભે તેમનું સ્તવન કર્યું. [QBR]
18. જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, [QBR] તો પ્રભુ મારું સાંભળે જ નહિ. [QBR]
19. પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; [QBR] તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે. [QBR]
20. ઈશ્વરની સ્તુતિ હો, [QBR] જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી [QBR] તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી. [PE]