પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ગીતશાસ્ત્ર
1. [QS]હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; [QE][QS]અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે. [QE]
2. [QS]હે પ્રાર્થનાના સાંભળનાર, [QE][QS]તમારી પાસે સર્વ લોક આવશે. [QE]
3. [QS]ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; [QE][QS]અમારા અપરાધો માટે, અમને માફ કરશો. [QE]
4. [QS]જેને તમે પસંદ કરીને પાસે લાવો છો [QE][QS]જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. [QE][QS]અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, [QE][QS]જે તમારું સભાસ્થાન છે. [QE]
5. [QS]હે અમારા તારણના ઈશ્વર; [QE][QS]ન્યાયીકરણથી તમે અદ્દભુત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, [QE][QS]તમે પૃથ્વીની સર્વ સીમાઓના [QE][QS]અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો. [QE]
6. [QS]તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, [QE][QS]તેઓ સામર્થ્યથી ભરપૂર છે. [QE]
7. [QS]તે સમુદ્રની ગર્જના, [QE][QS]તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે [QE][QS]અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે. [QE]
8. [QS]પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; [QE][QS]તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો. [QE]
9. [QS]તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; [QE][QS]તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; [QE][QS]ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; [QE][QS]જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું. [QE]
10. [QS]તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; [QE][QS]તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; [QE][QS]તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; [QE][QS]તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. [QE]
11. [QS]તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; [QE][QS]તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. [QE]
12. [QS]અરણ્યનાં બીડો પર તે ટપકે છે [QE][QS]અને ટેકરીઓ આનંદમય થાય છે. [QE]
13. [QS]ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; [QE][QS]ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; [QE][QS]તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે. [QE]
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 65 / 150
1 હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે. 2 હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે. 3 ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો. 4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે. 5 હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્દભુત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો. 6 તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે. 7 તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે. 8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો. 9 તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું. 10 તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. 11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. 12 અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે. 13 ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.
Total 150 પ્રકરણો, Selected પ્રકરણ 65 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References