પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; [QE][QS]શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો. [QE]
2. [QS]દુષ્ટોનાં કાવતરાંથી, [QE][QS]અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો. [QE]
3. [QS]તેઓએ તરવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; [QE][QS]તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે, [QE]
4. [QS]કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; [QE][QS]અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી. [QE]
5. [QS]તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; [QE][QS]તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; [QE][QS]તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?” [QE]
6. [QS]તેઓ પાપમય યોજનાઓ શોધે છે; [QE][QS]તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” [QE][QS]માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે. [QE]
7. [QS]પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; [QE][QS]તેઓ એકાએક ઘાયલ થઈ જશે. [QE]
8. [QS]એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; [QE][QS]જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે. [QE]
9. [QS]દરેક લોકો બીશે [QE][QS]અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. [QE][QS]તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે. [QE]
10. [QS]ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; [QE][QS]હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 64 / 150
1 હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો. 2 દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો. 3 તેઓએ તરવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે, 4 કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી. 5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?” 6 તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે. 7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે. 8 એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે. 9 દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે. 10 ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
Total 150 Chapters, Selected Chapter 64 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References