1. હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; [QBR] શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો. [QBR]
2. દુષ્ટોનાં કાવતરાંથી, [QBR] અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો. [QBR]
3. તેઓએ તરવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; [QBR] તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે, [QBR]
4. કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; [QBR] અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી. [QBR]
5. તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; [QBR] તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; [QBR] તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?” [QBR]
6. તેઓ પાપમય યોજનાઓ શોધે છે; [QBR] તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” [QBR] માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે. [QBR]
7. પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; [QBR] તેઓ એકાએક ઘાયલ થઈ જશે. [QBR]
8. એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; [QBR] જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે. [QBR]
9. દરેક લોકો બીશે [QBR] અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. [QBR] તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે. [QBR]
10. ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; [QBR] હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે. [PE]