1. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; [QBR] જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં [QBR] મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે. [QBR]
2. તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે [QBR] મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે. [QBR]
3. કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, [QBR] મારા હોઠો તમારી સ્તુતિ કરશે. [QBR]
4. હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; [QBR] હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. [QBR]
5. હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; [QBR] અને રાતના સમયે હું તમારું મનન કરું છું [QBR]
6. મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે [QBR] અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે. [QBR]
7. કેમ કે તમે મારા સહાયકારી થયા છો [QBR] અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ. [QBR]
8. મારો આત્મા તમને વળગી રહે છે; [QBR] તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. [QBR]
9. પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, [QBR] તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે. [QBR]
10. તેઓ તરવારને સ્વાધીન થશે; [QBR] તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. [QBR]
11. પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, [QBR] જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, [QBR] પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે. [PE]