3. જે માણસ નમી ગયેલી ભીંત કે
ખસી ગએલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? |
4. તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે;
તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. |
8. હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો;
તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ |
9. નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે;
તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. |
10. જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ;
અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. |