પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ [QE][QS]અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ. [QE]
2. [QS]હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; [QE][QS]હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે. [QE]
3. [QS]મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. [QE][QS]પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી? [QE]
4. [QS]હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. [QE][QS]તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! [QE]
5. [QS]કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. [QE][QS]શેઓલમાં તમારો આભાર કોણ માનશે? [QE]
6. [QS]હું નિસાસા નાખીને થાકી ગયો છું. [QE][QS]દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; [QE][QS]હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. [QE]
7. [QS]રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; [QE][QS]મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. [QE]
8. [QS]ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; [QE][QS]કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે. [QE]
9. [QS]યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; [QE][QS]યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. [QE]
10. [QS]મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. [QE][QS]તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 6 / 150
1 હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ. 2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે. 3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી? 4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! 5 કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે? 6 હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. 7 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. 8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે. 9 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. 10 મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.
Total 150 Chapters, Selected Chapter 6 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References