1. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ [QBR] અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ. [QBR]
2. હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; [QBR] હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે. [QBR]
3. મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. [QBR] પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી? [QBR]
4. હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. [QBR] તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! [QBR]
5. કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. [QBR] શેઓલમાં તમારો આભાર કોણ માનશે? [QBR]
6. હું નિસાસા નાખીને થાકી ગયો છું. [QBR] દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; [QBR] હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. [QBR]
7. રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; [QBR] મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. [QBR]
8. ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; [QBR] કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે. [QBR]
9. યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; [QBR] યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. [QBR]
10. મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. [QBR] તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે. [PE]