1. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; [QBR] મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો. [QBR]
2. દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો [QBR] અને ખૂની માણસોથી મને બચાવો. [QBR]
3. કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; [QBR] શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, [QBR] પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી. [QBR]
4. જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; [QBR] મને સહાય કરવાને જાગો અને જુઓ. [QBR]
5. તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, [QBR] તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; [QBR] કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. સેલાહ
6. તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; [QBR] અને નગરની આસપાસ ફરે છે. [QBR]
7. જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; [QBR] તેઓના હોઠોમાં તરવારો છે, [QBR] કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?” [QBR]
8. પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; [QBR] તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો. [QBR]
9. હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; [QBR] તમે મારો ઊંચો ગઢ છો. [QBR]
10. મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; [QBR] ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે. [QBR]
11. તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; [QBR] હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો. [QBR]
12. કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, [QBR] તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, [QBR] તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો. [QBR]
13. કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; [QBR] તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે [QBR] અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. સેલાહ
14. સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો [QBR] અને નગરની આસપાસ ફરો. [QBR]
15. તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે [QBR] અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે. [QBR]
16. પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; [QBR] અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, [QBR] કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો. [QBR]
17. હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; [QBR] કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે. [PE]