1. [QS]શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? [QE][QS]હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો? [QE]
2. [QS]ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો; [QE][QS]પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો. [QE]
3. [QS]દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; [QE][QS]તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે. [QE]
4. [QS]તેઓનું વિષ સાપના વિષ જેવું છે; [QE][QS]તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે. [QE]
5. [QS]કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો [QE][QS]પણ અવાજ સાંભળતો નથી. [QE]
6. [QS]હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; [QE][QS]હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો. [QE]
7. [QS]તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ; [QE][QS]જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ. [QE]
8. [QS]ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા [QE][QS]અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ. [QE]
9. [QS]તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, [QE][QS]પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે. [QE]
10. [QS]જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે; [QE][QS]તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે, [QE]
11. [QS]કે જેથી માણસો કહેશે કે, “ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે; [QE][QS]નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.” [QE]