પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, [QE][QS]કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે [QE][QS]જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે. [QE]
2. [QS]હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, [QE][QS]ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ. [QE]
3. [QS]જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, [QE][QS]ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; [QE][QSS]સેલાહ[QSE] [QS]તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે. [QE]
4. [QS]મારો આત્મા સિંહોની મધ્યે છે; [QE][QS]જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે, [QE][QS]માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે [QE][QS]અને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે. [QE]
5. [QS]હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; [QE][QS]તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. [QE][PBR]
6. [QS]તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; [QE][QS]મારો આત્મા નમી ગયો છે; [QE][QS]તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, [QE][QS]પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. [QE][QSS]સેલાહ [QSE]
7. [QS]હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; [QE][QS]હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. [QE]
8. [QS]હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; [QE][QS]હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. [QE]
9. [QS]હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; [QE][QS]વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. [QE]
10. [QS]કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે [QE][QS]અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે. [QE]
11. [QS]હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; [QE][QS]આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ. [QE]
Total 150 Chapters, Selected Chapter 57 / 150
1 હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે. 2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ. 3 જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; QSS સેલાહSE તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે. 4 મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે. 5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. 6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. QSS સેલાહ SE 7 હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. 8 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. 9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. 10 કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે. 11 હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
Total 150 Chapters, Selected Chapter 57 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References