1. હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; [QBR] તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે. [QBR]
2. મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; [QBR] કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે. [QBR]
3. જ્યારે મને બીક લાગશે, [QBR] ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ. [QBR]
4. હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, [QBR] ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; [QBR] મનુષ્યમાત્ર મને શું કરનાર છે? [QBR]
5. તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; [QBR] તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે. [QBR]
6. તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે [QBR] અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે, [QBR] તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે. [QBR]
7. તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ. [QBR] હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો. [QBR]
8. તમે મારું ભટકવું જાણો છો [QBR] અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; [QBR] શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી? [QBR]
9. જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; [QBR] હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. [QBR]
10. ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, [QBR] યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ. [QBR]
11. ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; [QBR] માણસ મને શું કરનાર છે? [QBR]
12. હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે; [QBR] હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ. [QBR]
13. કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; [QBR] તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, [QBR] કે જેથી હું ઈશ્વરની સમક્ષ, [QBR] જીવતાઓના અજવાળામાં ચાલું. [PE]