1. [QS]હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; [QE][QS]અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ. [QE]
2. [QS]મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; [QE][QS]હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું. [QE]
3. [QS]દુશ્મનોના અવાજને લીધે [QE][QS]અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; [QE][QS]કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે [QE][QS]અને ક્રોધથી મને સતાવે છે. [QE]
4. [QS]મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે [QE][QS]અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે. [QE]
5. [QS]મને ત્રાસથી ધ્રૂજારી આવે છે [QE][QS]અને ભયથી ઘેરાયેલો છું. [QE]
6. [QS]મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! [QE][QS]તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત. [QE]
7. [QS]હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત [QE][QS]અને ત્યાં મુકામ કરત. [QE][QSS]સેલાહ[QSE]
8. [QS]પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે [QE][QS]આશ્રયસ્થાને જઈ પહોંચત.” [QE]
9. [QS]હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, [QE][QS]કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે. [QE]
10. [QS]તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; [QE][QS]અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે. [QE]
11. [QS]તેની વચ્ચે બૂરાઈ છે; [QE][QS]જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી. [QE]
12. [QS]કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, [QE][QS]એ તો મારાથી સહન કરી શકાત; [QE][QS]મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, [QE][QS]એવાથી તો હું સંતાઈ રહી શકત. [QE]
13. [QS]પણ તે તું જ છે, તું જે મારા સરખો, [QE][QS]મારો સાથી અને મારો ખાસ મિત્ર. [QE]
14. [QS]આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; [QE][QS]આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા. [QE]
15. [QS]એકાએક તેમના પર મોત આવી પડો; [QE][QS]તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, [QE][QS]કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. [QE]
16. [QS]હું તો ઈશ્વરને પોકાર કરીશ [QE][QS]અને યહોવાહ મારો બચાવ કરશે. [QE]
17. [QS]હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ [QE][QS]અને તે મારો અવાજ સાંભળશે. [QE]
18. [QS]કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે [QE][QS]કેમ કે મારી સામે લડનારા ઘણા છે. [QE]
19. [QS]ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, [QE][QS]તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. [QE][QSS]સેલાહ[QSE] [QS]જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; [QE][QS]તેઓ ઈશ્વરથી બીતા નથી. [QE]
20. [QS]મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; [QE][QS]તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે. [QE]
21. [QS]તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, [QE][QS]પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; [QE][QS]તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, [QE][QS]પણ તે શબ્દો ખરેખર તરવારની જેમ કાપે છે. [QE]
22. [QS]તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; [QE][QS]તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી. [QE]
23. [QS]પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; [QE][QS]ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, [QE][QS]પણ હું તો તમારા પર ભરોસો રાખીશ. [QE]