1. અરે ઓ જુલમગાર, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? [QBR] ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે. [QBR]
2. તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે [QBR] અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે. [QBR]
3. તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે [QBR] અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે. [QBR]
4. અરે કપટી જીભ, [QBR] તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે. [QBR]
5. ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; [QBR] તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે [QBR] અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ
6. વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; [QBR] તેઓ હસીને તેને કહેશે કે, [QBR]
7. “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, [QBR] પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને [QBR] પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.” [QBR]
8. પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; [QBR] હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું. [QBR]
9. હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. [QBR] હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ. [PE]