1. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; [QBR] તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો. [QBR]
2. મારા અપરાધથી મને પૂરો ધૂઓ [QBR] અને મારા પાપોથી મને શુદ્ધ કરો. [QBR]
3. કેમ કે હું મારા અપરાધો જાણું છું [QBR] અને મારું પાપ નિત્ય મારી આગળ છે. [QBR]
4. તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે [QBR] અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; [QBR] તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; [QBR] અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો. [QBR]
5. જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; [QBR] મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો. [QBR]
6. તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; [QBR] મારા હૃદયને તમે ડહાપણ શીખવશો. [QBR]
7. ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; [QBR] મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ. [QBR]
8. મને હર્ષ તથા આનંદ સંભળાવો [QBR] એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે. [QBR]
9. મારાં પાપ તરફ નજર ન કરો [QBR] અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો. [QBR]
10. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો [QBR] અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. [QBR]
11. મને તમારી સંમુખથી દૂર ન કરો [QBR] અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ. [QBR]
12. તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો [QBR] અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો. [QBR]
13. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ [QBR] અને પાપીઓ તમારા તરફ ફરશે. [QBR]
14. હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો [QBR] અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ. [QBR]
15. હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો [QBR] એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે. [QBR]
16. કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; [QBR] તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી. [QBR]
17. ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે; [QBR] હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ. [QBR]
18. તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; [QBR] યરુશાલેમના કોટોને ફરી બાંધો. [QBR]
19. પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ [QBR] તથા સર્વ દહનાર્પણથી તમે આનંદ પામશો; [QBR] પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે. [PE]