પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; [QE][QS]તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો. [QE]
2. [QS]મારા અપરાધથી મને પૂરો ધૂઓ [QE][QS]અને મારા પાપોથી મને શુદ્ધ કરો. [QE]
3. [QS]કેમ કે હું મારા અપરાધો જાણું છું [QE][QS]અને મારું પાપ નિત્ય મારી આગળ છે. [QE]
4. [QS]તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે [QE][QS]અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; [QE][QS]તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; [QE][QS]અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો. [QE]
5. [QS]જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; [QE][QS]મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો. [QE]
6. [QS]તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; [QE][QS]મારા હૃદયને તમે ડહાપણ શીખવશો. [QE]
7. [QS]ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; [QE][QS]મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ. [QE]
8. [QS]મને હર્ષ તથા આનંદ સંભળાવો [QE][QS]એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે. [QE]
9. [QS]મારાં પાપ તરફ નજર ન કરો [QE][QS]અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો. [QE]
10. [QS]હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો [QE][QS]અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. [QE]
11. [QS]મને તમારી સંમુખથી દૂર ન કરો [QE][QS]અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ. [QE]
12. [QS]તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો [QE][QS]અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો. [QE]
13. [QS]ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ [QE][QS]અને પાપીઓ તમારા તરફ ફરશે. [QE]
14. [QS]હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો [QE][QS]અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ. [QE]
15. [QS]હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો [QE][QS]એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે. [QE]
16. [QS]કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; [QE][QS]તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી. [QE]
17. [QS]ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે; [QE][QS]હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ. [QE][PBR]
18. [QS]તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; [QE][QS]યરુશાલેમના કોટોને ફરી બાંધો. [QE]
19. [QS]પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ [QE][QS]તથા સર્વ દહનાર્પણથી તમે આનંદ પામશો; [QE][QS]પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 51 / 150
1 હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો. 2 મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો. 3 કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. 4 તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો. 5 જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો. 6 તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો. 7 ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ. 8 મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે. 9 મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો. 10 હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. 11 મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ. 12 તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો. 13 ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે. 14 હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ. 15 હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે. 16 કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી. 17 ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ. 18 તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો. 19 પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.
Total 150 Chapters, Selected Chapter 51 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References