1. સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે [QBR] અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે. [QBR]
2. સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, [QBR] તેમાંથી ઈશ્વર પ્રકાશે છે. [QBR]
3. આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; [QBR] તેમની આગળ અગ્નિ બાળી મૂકશે [QBR] અને તેમની આસપાસ મહાતોફાન જાગશે. [QBR]
4. પોતાના લોકોનો ન્યાય કરવા [QBR] તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે. [QBR]
5. “જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; [QBR] એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.” [QBR]
6. આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, [QBR] કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. [QBR]
7. “હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; [QBR] હું ઈશ્વર, તમારો ઈશ્વર છું. [QBR]
8. તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; [QBR] તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે. [QBR]
9. હું તારી કોડમાંથી બળદ [QBR] અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ. [QBR]
10. કારણ કે અરણ્યનું દરેક પશુ [QBR] અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે. [QBR]
11. હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું [QBR] અને જંગલના હિંસક પશુઓ મારાં છે. [QBR]
12. જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; [QBR] કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે. [QBR]
13. શું હું બળદોનું માંસ ખાઉં? [QBR] અથવા શું હું બકરાઓનું લોહી પીઉં? [QBR]
14. ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ [QBR] અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર. [QBR]
15. સંકટને સમયે મને વિનંતિ કર; [QBR] હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.” [QBR]
16. પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, [QBR] “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? [QBR] મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ? [QBR]
17. છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે [QBR] અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે. [QBR]
18. જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; [QBR] જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે. [QBR]
19. તું ભૂંડાઈને તારું મોં સોંપે છે [QBR] અને તારી જીભ કપટ રચે છે. [QBR]
20. તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; [QBR] તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે. [QBR]
21. તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, [QBR] તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. [QBR] પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ. [QBR]
22. હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; [QBR] નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે. [QBR]
23. જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે [QBR] અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે [QBR] તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.” [PE]