પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; [QE][QS]મારા ચિંતન પર લક્ષ આપો. [QE]
2. [QS]હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, [QE][QS]કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. [QE]
3. [QS]હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; [QE][QS]સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ. [QE]
4. [QS]દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; [QE][QS]દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. [QE]
5. [QS]તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; [QE][QS]જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. [QE]
6. [QS]જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; [QE][QS]યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે. [QE]
7. [QS]પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; [QE][QS]હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ. [QE]
8. [QS]હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; [QE][QS]મારી આગળ તમારો માર્ગ પાધરો કરો. [QE]
9. [QS]કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; [QE][QS]તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; [QE][QS]તેઓનું ગળું ઉઘાડી કબર છે; [QE][QS]તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. [QE]
10. [QS]હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; [QE][QS]તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! [QE][QS]તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, [QE][QS]કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. [QE]
11. [QS]પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; [QE][QS]તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; [QE][QS]તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે. [QE]
12. [QS]કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; [QE][QS]તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો. [QE]
Total 150 Chapters, Selected Chapter 5 / 150
1 હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો. 2 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. 3 હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ. 4 દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. 5 તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. 6 જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે. 7 પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ. 8 હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ પાધરો કરો. 9 કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; તેઓનું ગળું ઉઘાડી કબર છે; તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. 10 હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. 11 પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે. 12 કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.
Total 150 Chapters, Selected Chapter 5 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References