પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; [QBR] મારા ચિંતન પર લક્ષ આપો. [QBR]
2. હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, [QBR] કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. [QBR]
3. હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; [QBR] સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ. [QBR]
4. દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; [QBR] દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. [QBR]
5. તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; [QBR] જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. [QBR]
6. જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; [QBR] યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે. [QBR]
7. પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; [QBR] હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ. [QBR]
8. હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; [QBR] મારી આગળ તમારો માર્ગ પાધરો કરો. [QBR]
9. કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; [QBR] તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; [QBR] તેઓનું ગળું ઉઘાડી કબર છે; [QBR] તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. [QBR]
10. હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; [QBR] તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! [QBR] તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, [QBR] કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. [QBR]
11. પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; [QBR] તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; [QBR] તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે. [QBR]
12. કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; [QBR] તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 5 / 150
Psalms 5:106
1 હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો. 2 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. 3 હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ. 4 દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. 5 તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. 6 જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે. 7 પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ. 8 હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ પાધરો કરો. 9 કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; તેઓનું ગળું ઉઘાડી કબર છે; તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. 10 હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. 11 પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે. 12 કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.
Total 150 Chapters, Selected Chapter 5 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References