પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; [QBR] મારા ચિંતન પર લક્ષ આપો. [QBR]
2. હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, [QBR] કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું. [QBR]
3. હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; [QBR] સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ. [QBR]
4. દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; [QBR] દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી. [QBR]
5. તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; [QBR] જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો. [QBR]
6. જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; [QBR] યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે. [QBR]
7. પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; [QBR] હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ. [QBR]
8. હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; [QBR] મારી આગળ તમારો માર્ગ પાધરો કરો. [QBR]
9. કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; [QBR] તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; [QBR] તેઓનું ગળું ઉઘાડી કબર છે; [QBR] તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. [QBR]
10. હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; [QBR] તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! [QBR] તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, [QBR] કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. [QBR]
11. પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; [QBR] તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; [QBR] તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે. [QBR]
12. કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; [QBR] તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 5 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 5:101
1. હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો;
મારા ચિંતન પર લક્ષ આપો.
2. હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો,
કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
3. હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;
સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
4. દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી;
દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
5. તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી;
જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
6. જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો;
યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
7. પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ;
હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
8. હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;
મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.
9. કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી;
તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે;
તેઓનું ગળું ઉઘાડી કબર છે;
તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
10. હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો;
તેઓ પોતાની યુક્તિઓમાં ફસાઈ પડો!
તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો,
કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.
11. પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે;
તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે;
તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
12. કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો;
તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો. PE
Total 150 Chapters, Current Chapter 5 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References