પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં [QE][QS]યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે. [QE]
2. [QS]મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, [QE][QS]ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી [QE][QS]પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. [QE]
3. [QS]તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે. [QE]
4. [QS]કેમ કે રાજાઓ એકત્ર થયા, [QE][QS]તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. [QE]
5. [QS]પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; [QE][QS]ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા. [QE]
6. [QS]ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ [QE][QS]તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું. [QE]
7. [QS]તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં [QE][QS]વહાણોને ભાંગી નાખ્યાં. [QE]
8. [QS]જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના [QE][QS]સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; [QE][QS]ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. [QE][QSS]સેલાહ[QSE]
9. [QS]હે ઈશ્વર, અમે તમારા ઘરમાં [QE][QS]તમારી કૃપા વિષે વિચાર કર્યો. [QE]
10. [QS]હે ઈશ્વર, જેવું તમારું નામ છે, [QE][QS]તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; [QE][QS]તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે. [QE]
11. [QS]તમારા ન્યાયનાં કાર્યોથી [QE][QS]સિયોન પર્વત આનંદ પામશે [QE][QS]યહૂદિયાની દીકરીઓ હરખાશે. [QE]
12. [QS]સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; [QE][QS]તેના બુરજોની ગણતરી કરો. [QE]
13. [QS]તેનો કોટ ધ્યાનથી જુઓ [QE][QS]અને તેના મહેલો પર લક્ષ આપો [QE][QS]જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો. [QE]
14. [QS]કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; [QE][QS]તે મરણ પર્યંત આપણને દોરનાર છે. [QE]
Total 150 Chapters, Selected Chapter 48 / 150
1 આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે. 2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. 3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે. 4 કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. 5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા. 6 ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું. 7 તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં. 8 જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. QSS સેલાહSE 9 હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો. 10 હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે. 11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે. 12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો. 13 તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો. 14 કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
Total 150 Chapters, Selected Chapter 48 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References