1. આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં [QBR] યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે. [QBR]
2. મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, [QBR] ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી [QBR] પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. [QBR]
3. તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે. [QBR]
4. કેમ કે રાજાઓ એકત્ર થયા, [QBR] તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. [QBR]
5. પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; [QBR] ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા. [QBR]
6. ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ [QBR] તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું. [QBR]
7. તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં [QBR] વહાણોને ભાંગી નાખ્યાં. [QBR]
8. જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના [QBR] સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; [QBR] ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ
9. હે ઈશ્વર, અમે તમારા ઘરમાં [QBR] તમારી કૃપા વિષે વિચાર કર્યો. [QBR]
10. હે ઈશ્વર, જેવું તમારું નામ છે, [QBR] તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; [QBR] તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે. [QBR]
11. તમારા ન્યાયનાં કાર્યોથી [QBR] સિયોન પર્વત આનંદ પામશે [QBR] યહૂદિયાની દીકરીઓ હરખાશે. [QBR]
12. સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; [QBR] તેના બુરજોની ગણતરી કરો. [QBR]
13. તેનો કોટ ધ્યાનથી જુઓ [QBR] અને તેના મહેલો પર લક્ષ આપો [QBR] જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો. [QBR]
14. કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; [QBR] તે મરણ પર્યંત આપણને દોરનાર છે. [PE]