પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, [QBR] સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. [QBR]
2. માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય [QBR] જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. [QBR]
3. જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય [QBR] જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ [QBR]
4. ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને [QBR] એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. [QBR]
5. ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; [QBR] મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. [QBR]
6. વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; [QBR] તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. [QBR]
7. આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; [QBR] આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ [QBR]
8. આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, [QBR] તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. [QBR]
9. તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; [QBR] તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; [QBR] રથોને અગ્નિથી બાળી નાખે છે. [QBR]
10. શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું; [QBR] હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. [QBR]
11. સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; [QBR] યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 46 / 150
Psalms 46:73
1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. 2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. 3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ 4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. 5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. 6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ. 7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ 8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. 9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે. 10 શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ. 11 સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ
Total 150 Chapters, Selected Chapter 46 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References