પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; [QBR] જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; [QBR] મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. [QBR]
2. તમે માણસ કરતાં વધારે સુંદર છો; [QBR] તમારા હોઠો કૃપાથી ભરેલા છે; [QBR] માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. [QBR]
3. હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, [QBR] તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. [QBR]
4. સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે [QBR] તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; [QBR] તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. [QBR]
5. તમારાં બાણ તીક્ષ્ણ છે; [QBR] તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; [QBR] તેથી લોકો તમારે શરણે આવે છે. [QBR]
6. હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; [QBR] તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. [QBR]
7. તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; [QBR] માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં [QBR] તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. [QBR]
8. તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; [QBR] હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. [QBR]
9. રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; [QBR] તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. [QBR]
10. હે દીકરી, સાંભળ, કાન ધર; [QBR] તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. [QBR]
11. આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; [QBR] તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. [QBR]
12. તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; [QBR] ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. [QBR]
13. રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; [QBR] તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. [QBR]
14. શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; [QBR] કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, [QBR] તેઓને તમારી પાસે લાવવામાં આવશે. [QBR]
15. તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; [QBR] તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. [QBR]
16. તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, [QBR] જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. [QBR]
17. હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; [QBR] તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Selected Chapter 45 / 150
Psalms 45:169
1 મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. 2 તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. 3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. 4 સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. 5 તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે. 6 હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. 7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. 8 તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. 9 રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. 10 હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. 11 આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. 12 તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. 13 રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. 14 શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે. 15 તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. 16 તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. 17 હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.
Total 150 Chapters, Selected Chapter 45 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References