પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [QS]મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; [QE][QS]જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; [QE][QS]મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. [QE]
2. [QS]તમે માણસ કરતાં વધારે સુંદર છો; [QE][QS]તમારા હોઠો કૃપાથી ભરેલા છે; [QE][QS]માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. [QE]
3. [QS]હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, [QE][QS]તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. [QE]
4. [QS]સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે [QE][QS]તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; [QE][QS]તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. [QE]
5. [QS]તમારાં બાણ તીક્ષ્ણ છે; [QE][QS]તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; [QE][QS]તેથી લોકો તમારે શરણે આવે છે. [QE]
6. [QS]હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; [QE][QS]તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. [QE]
7. [QS]તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; [QE][QS]માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં [QE][QS]તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. [QE]
8. [QS]તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; [QE][QS]હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. [QE]
9. [QS]રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; [QE][QS]તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. [QE]
10. [QS]હે દીકરી, સાંભળ, કાન ધર; [QE][QS]તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. [QE]
11. [QS]આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; [QE][QS]તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. [QE]
12. [QS]તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; [QE][QS]ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. [QE]
13. [QS]રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; [QE][QS]તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. [QE]
14. [QS]શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; [QE][QS]કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, [QE][QS]તેઓને તમારી પાસે લાવવામાં આવશે. [QE]
15. [QS]તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; [QE][QS]તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. [QE]
16. [QS]તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, [QE][QS]જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. [QE]
17. [QS]હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; [QE][QS]તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે. [QE]
Total 150 Chapters, Selected Chapter 45 / 150
1 મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. 2 તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. 3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. 4 સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. 5 તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે. 6 હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. 7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. 8 તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. 9 રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. 10 હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. 11 આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. 12 તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. 13 રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. 14 શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે. 15 તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. 16 તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. 17 હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.
Total 150 Chapters, Selected Chapter 45 / 150
×

Alert

×

Gujarati Letters Keypad References