1. [QS]હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં [QE][QS]એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે [QE][QS]તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે. [QE]
2. [QS]તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, [QE][QS]અને તમે તમારા લોકોને વસાવ્યા; [QE][QS]તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, [QE][QS]પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા. [QE]
3. [QS]તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, [QE][QS]વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; [QE][QS]પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, [QE][QS]કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા. [QE]
4. [QS]હે ઈશ્વર, તમે મારા રાજા છો; [QE][QS]યાકૂબને માટે વિજય ફરમાવો. [QE]
5. [QS]તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; [QE][QS]તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું. [QE]
6. [QS]કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, [QE][QS]મારી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહિ. [QE]
7. [QS]પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે [QE][QS]અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે. [QE]
8. [QS]આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે [QE][QS]અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. [QE][QSS]સેલાહ [QSE] [PBR]
9. [QS]પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે [QE][QS]અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી. [QE]
10. [QS]તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; [QE][QS]અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે. [QE]
11. [QS]તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે [QE][QS]અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે. [QE]
12. [QS]તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; [QE][QS]તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી. [QE]
13. [QS]અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, [QE][QS]અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે. [QE]
14. [QS]તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ [QE][QS]અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો. [QE]
15. [QS]આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી [QE][QS]અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે. [QE]
16. [QS]નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે [QE][QS]અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે. [QE]
17. [QS]આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી [QE][QS]અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી. [QE]
18. [QS]અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; [QE][QS]અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી. [QE]
19. [QS]તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે [QE][QS]અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે [QE]
20. [QS]જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ [QE][QS]અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય, [QE]
21. [QS]તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? [QE][QS]કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે. [QE]
22. [QS]કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; [QE][QS]કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે. [QE]
23. [QS]હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? [QE][QS]ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો. [QE]
24. [QS]તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? [QE][QS]અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો? [QE]
25. [QS]કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; [QE][QS]અને અમે પેટ ઘસડતા થયાં છીએ. [QE]
26. [QS]અમને મદદ કરવાને ઊઠો [QE][QS]અને તમારી કૃપાથી અમને છોડાવો. [QE]