1. [QS]હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, [QE][QS]તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે. [QE]
2. [QS]ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; [QE][QS]હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ? [QE]
3. [QS]મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, [QE][QS]મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?” [QE]
4. [QS]હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, [QE][QS]સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, [QE][QS]એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. [QE]
5. [QS]હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? [QE][QS]તું મારામાં કેમ ગભરાયો છે? [QE][QS]ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે [QE][QS]હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ. [QE][PBR]
6. [QS]હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; [QE][QS]માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા [QE][QS]મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું. [QE]
7. [QS]તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; [QE][QS]તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે. [QE]
8. [QS]દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; [QE][QS]અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, [QE][QS]એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો. [QE]
9. [QS]ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે મને કેમ ભૂલી ગયા છો? [QE][QS]શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?” [QE]
10. [QS]“તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને [QE][QS]મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તરવારની જેમ કચરી નાખે છે. [QE]
11. [QS]હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? [QE][QS]તું મારામાં કેમ ગભરાયો છે? [QE][QS]તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, [QE][QS]હું હજી તેમનું સ્તવન કરીશ. [QE]