1. [QS]જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; [QE][QS]સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. [QE]
2. [QS]યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે [QE][QS]અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; [QE][QS]યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે. [QE]
3. [QS]બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; [QE][QS]તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે. [QE]
4. [QS]મેં કહ્યું, “હે યહોવાહ, મારા પર દયા કરો; [QE][QS]મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે.” [QE]
5. [QS]મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે, [QE][QS]'તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?' [QE]
6. [QS]જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; [QE][QS]તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; [QE][QS]જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે. [QE]
7. [QS]મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે; [QE][QS]તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. [QE]
8. [QS]તેઓ કહે છે, “એક અસાધ્ય સજ્જડ રોગ,” તેને લાગુ પડ્યો છે; [QE][QS]હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી.” [QE]
9. [QS]હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, [QE][QS]જે મારી રોટલી ખાતો હતો, [QE][QS]તેણે મારી સામે લાત ઉગામી છે. [QE]
10. [QS]પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો [QE][QS]કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું. [QE]
11. [QS]તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો, [QE][QS]કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી. [QE]
12. [QS]તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો [QE][QS]અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો. [QE][PBR]
13. [QS]અનાદિકાળથી તે અનંતકાળ સુધી [QE][QS]હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ. [QE][QS]આમેન તથા આમેન. [QE]