1. [QS]મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; [QE][QS]તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો. [QE]
2. [QS]તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો [QE][QS]અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં. [QE]
3. [QS]તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. [QE][QS]ઘણા તે જોશે અને બીશે [QE][QS]અને યહોવાહ પર ભરોસો રાખશે. [QE]
4. [QS]જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે [QE][QS]અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે. [QE]
5. [QS]હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે [QE][QS]અને અમારા સંબંધી તમારા જે વિચારો છે [QE][QS]તે એટલા બધા છે કે તેઓને [QE][QS]તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; [QE][QS]જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, [QE][QS]તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે. [QE]
6. [QS]તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, [QE][QS]પણ તમે મારા કાન ઉઘાડ્યા છે; [QE][QS]તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી. [QE]
7. [QS]પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું; [QE][QS]પુસ્તકમાં મારા વિષે લખેલું છે. [QE]
8. [QS]હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.” [QE]
9. [QS]ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; [QE][QS]હે યહોવાહ, તે તમે જાણો છો. [QE]
10. [QS]મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; [QE][QS]મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; [QE][QS]તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી. [QE]
11. [QS]હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; [QE][QS]તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. [QE]
12. [QS]કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; [QE][QS]મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; [QE][QS]તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે [QE][QS]અને મારું હૃદય નિર્બળ થયું છે. [QE]
13. [QS]હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; [QE][QS]હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો. [QE]
14. [QS]જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે [QE][QS]તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. [QE][QS]જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, [QE][QS]તેઓ પાછા હઠો અને બદનામ થાઓ. [QE]
15. [QS]જેઓ મને કહે છે કે, “આહા, આહા.” [QE][QS]તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ. [QE]
16. [QS]પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; [QE][QS]જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, [QE][QS]“યહોવાહ મોટા મનાઓ.” [QE]
17. [QS]હું દીન તથા દરિદ્રી છું; [QE][QS]પ્રભુ મારી ચિંતા કરશે. [QE][QS]તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; [QE][QS]હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો. [QE]